મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે દિવ્યાંગ બાળકો માટેની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાશે : તા.20 ઓગસ્ટના ભૂમિપૂજન


SHARE









મોરબીના પીપળી ગામે દિવ્યાંગ બાળકો માટેની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાશે : તા.20 ઓગસ્ટના ભૂમિપૂજન

દિવ્યાંગ બાળકોને હવે ઉદેપુર જવું નહિ પડે : ઓપરેશન સારવાર તદ્દન નિ : શુલ્ક કરાશે : પાંચ વિઘા જમીન પર હોસ્પિટલ, ડોકટર તથા સ્ટાફના કવાર્ટર, અન્નપૂર્ણા હોલ, સત્સંગ હોલ, અતિથિ ભવન સહિતના સંકુલો બનાવાશે

મોરબીમાં માનવસેવા દિવ્યાંગ એજયુકેશન એન્ડ ચેરી: ટ્રસ્ટદ્વારા આગામી તા.20 મી ઓગષ્ટના માનવ મંદિર (દિવ્યાંગ બાળકોની હોસ્પિટલ) નું ગાયત્રી આશ્રમ ગધેથડના પૂ.લાલબાપુ સહિત 11 સંતો, રાજકીય, સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત-ભૂમિ -પૂજન યોજવામાં આવેલ છે. ગુજરાતમાં આ પ્રથમ દિવ્યાંગ બાળકો માટેની હોસ્પિટલ થશે તેમ સંસ્થાના ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવેલ છે.આ અંગેની વધુમાં ઘનશ્યામસિંહ ઝાલા, હિતેશભાઈ મહેતા, અનુભા જાડેજા, રામભાઈ મહેતા મેહનત કરી રહ્યા છે .મોરબી નજીક પીપળીયા ગામે પાંચ વીઘા જમીન ઉપર હોસ્પિટલ, સ્ટાફ કવાટર્સ, ડોકટર રહેણાંક,સત્સંગ હોલ, અન્નપુર્ણા હોલ, વર્કશોપ બોરસહિત અન્ય સંકુલોનું નિર્માણ કરવામાં આવનાર છે.અહી દિવ્યાંગ બાળકોને નિ:શુલ્ક સારવાર, ઓપરેશન કરવામાં આવશે.ઉપરોકત સંસ્થાને નારાયણ સેવા ટ્રસ્ટ (ઉદેપુર રાજસ્થાન)નો સહયોગ મળ્યો છે.નારાયણ સેવા ટ્રસ્ટ માનવસેવા દિવ્યાંગ એજયુકેશન ટ્રસ્ટ મોરબીમાં બાળકો માટે કામ કરે છે. મોરબી જીલ્લા પ્રમુખ તરીકે આ સંસ્થામાં લાંબા સમયથી ઘનશ્યામસિંહ ઝાલા રંગપર (મોરબી) સેવા આપે છે. તેઓએ પોલીયો શારીરિક ખોડ ખાપણ વાળા બાળકો વિવિધ કેમ્પ દ્વારા હજારો ઓપરેશન કરાવી આપેલ છે.હવે સૌરાષ્ટ્રના શારીરિક ખોડખાપણ વાળા બાળકોને ઉદેપુર જવું નહી પડે તેમની સારવાર મોરબી જ ટુંક સમયમાં ઉપલબ્ધ થશે.ગુજરાતના દિવ્યાંગોના ઓપરેશન હવે મોરબી ખાતે થઈ શકશે આવનાર સમયમાં મોરબીમાં ભવ્ય હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. અહીં તદ્દન નિ:શુલ્ક ઓપરેશન થશે.જેના અકસ્માતમાં હાથકે પગ કપાયા હોય તેમના પણ નિ:શુલ્ક ઓપરેશન કરાશે.

અનુદાન માટે અપીલ :મોરબીના પીપળીયા ગામે નિર્માણ પામનારી દિવ્યાંગો માટેની હોસ્પિટલમાં સમાજના દાતાઓ ઉદારહાથે અનુદાન સામે તેવી સંસ્થા વતી અપીલ કરાઈ છે. વિશેષ વિગતો માટે મો.નં.82389 96548 નો સંપર્ક કરવો.




Latest News