મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વિકાસની પોલ ખોલતી કોંગ્રેસ: મોરબીના લીલાપર રોડે એક વર્ષ પહેલા તૂટી ગયેલ પુલ હજુ બન્યો નથી !


SHARE













વિકાસની પોલ ખોલતી કોંગ્રેસ: મોરબીના લીલાપર રોડે એક વર્ષ પહેલા તૂટી ગયેલ પુલ હજુ બન્યો નથી !

મોરબીના લીલાપર રોડ ઉપર રાજાશાહીના વખતમાં બનેલ પુલ તૂટી ગયો છે જેને એક વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે. અને આજની તારીખે પણ પુલ ફરી બનાવવામાં આવેલ નથી જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે કોંગ્રેસ દ્વારા આજે પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત તૂટેલા પુલ પાસે જઈને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને એક વર્ષ પછી પણ પુલનું કામ હજુ કેમ શરૂ કરવામાં આવ્યું નથી તેવો સવાલ કરીને ભાજપની વિકાસની વાતોની કોંગ્રેસ દ્વારા પોલ ખોલવામાં આવી હતી

સરકાર દ્વારા વિકાસ કામો કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ જે કામ માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય તે કામ સમયસર થતા નથી જેના કારણે લોકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળતી હોય છે તેવામાં મોરબી શહેરની વાત કરીએ તો મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ તરફ જવાનો જે રસ્તો આવેલો છે તે રસ્તા ઉપર રાજાશાહીના સમયમાં બનેલ પુલ ગત શ્રાવણ મહિનામાં તૂટી ગયો હતો અને ત્યારે આ પુલ જિલ્લા પંચાયતની અંડરમાં આવતો હતો જો કે, એક વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ આજની તારીખે તે પુલ બનાવવા માટેની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી દરમ્યાન મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે જેથી આ રસ્તો હવે મહાનગરપાલિકામાં આવે છે ત્યારે એક વર્ષથી પુલ તૂટી ગયો હોવાના કારણે લોકોને ડાયવર્ઝનના રસ્તા ઉપરથી પસાર થવું પડે છે અને જ્યારે વરસાદ હોય ત્યારે ડાયવર્ઝન ઉપર પાણી આવી જતું હોવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિ હોવા છતાં પણ ઝડપથી પુલ બનાવવા માટેની કામગીરી કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને વધુમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા અને શહેર કોંગ્રેસ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે પણ અધિકારીને પૂછવામાં આવે ત્યારે ટેન્ડર અપાઈ ગયું છે, ટેન્ડર ભરાઈ ગયું છે, ટેન્ડર ખુલ્લી ગયું છે વિગેરે જેવા જવાબ આપવામાં આવે છે પણ પુલ બનાવવા માટેની નક્કર કામગીરી આજની તારીખે પણ ચાલુ કરવામાં આવેલ નથી. જોકે આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પુલનું કામ મંજૂર થઈ ગયું છે અને ચોમાસા બાદ તે પુલ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે




Latest News