માળીયા (મી)ના ખાખરેચી ગામે ધારાસભ્યનું ખેડૂતો દ્વારા કરાયું સન્માન
મોરબીમાં છૂટાછેડા વગર બીજા લગ્ન કરવાના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
SHARE







મોરબીમાં છૂટાછેડા વગર બીજા લગ્ન કરવાના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબીમાં મહિલાએ છૂટાછેડા થયા ન હતા અને બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જેથી કરીને તેના પતિએ કોર્ટમાં કેસ કર્યો હતો જે કેસ ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે
આ કેસની વકીલે આપેલ હકીકત મુજબ આરોપીઓ કુશુમબેન મેઘજીભાઇ વિગેરે-૪, રહે. શક્તિપ્લોટ શકત શનાળા મોરબી વાળાએ ફરીયાદીની સહી સમંતી વગર અને ફરીયાદીના આરોપી સાથેના લગ્ન સંબંધ ચાલુ હતા અને છુટાછેડા થયેલ ન હતા છતા, આરોપીએ બીજા લગ્ન કરતા હતા અને અન્ય આરોપીઓએ ગુન્હામાં મદદગારી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો જે અંગે ફરીયાદીએ મોરબીની ચીફ જ્યુઅ.મેજી.ફક. સાહેબની કોર્ટમાં ઇ.પી.કો ની કલમ-૪૯૪ તથા ૧૧૪ મુજબની ફરીયાદ આરોપીઓ સામે નોંધાવતા આ અંગેનો કેસ મોરબીની ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે આ કેસમાં આરોપી વતી સનીયર વકીલ અને નોટરી બી.બી. હડીયલ રોકાયેલ હતા.
