મોરબીમાં છૂટાછેડા વગર બીજા લગ્ન કરવાના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબીના રવાપર ગામે સરકારી શાળાના બાળકોને રમવા માટે મેદાનની ફાળવણી કરવા કોંગ્રેસની માંગ
SHARE







મોરબીના રવાપર ગામે સરકારી શાળાના બાળકોને રમવા માટે મેદાનની ફાળવણી કરવા કોંગ્રેસની માંગ
મોરબીના રવાપર ગામે સરકારી શાળાની બાજુમાં આવેલ નાના બગીચાને રોડની કપાતમાં કાઢી નાખવામાં આવેલ છે ત્યારે સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવતા અંદાજે 400 જેટલા બાળકો માટે રમવાના મેદાનની વ્યવસ્થા ન હોવાથી રવાપર ગામે મેદાનની ફાળવણી કરવામાં આવે તેવી મોરબી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
મોરબી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ લલીતભાઈ કાસુન્દ્રા દ્વારા મહાપાલીકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાંથી જણાવ્યુ છે કે, રવાપર ગામે સરકારી શાળાની સામેના ભાગમાં નાનો બગીચો આવેલો હતો અને તેમાં બાળકો માટે રમવાના સાધનો પણ હતા જોકે, રોડની કપાતના કારણે તે બગીચાને હાલમાં કાઢી નાખવામાં આવેલ છે ત્યારે રવાપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાની અંદર અંદાજે 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે તે બાળકોને રમવા માટે કોઈ મેદાનની સગવડ નથી જેથી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને રમવા માટેની જગ્યા મળે તે માટે થઈને તાત્કાલિક ગામમાં સરકારી શાળા પાસે મેદાનની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
