મોરબીના રવાપર ગામે સરકારી શાળાના બાળકોને રમવા માટે મેદાનની ફાળવણી કરવા કોંગ્રેસની માંગ
મોરબીમાં પતિએ ઝઘડો કરી બે ફડાકા મારતા પરિણીતાનો આપઘાત
SHARE







મોરબીમાં પતિએ ઝઘડો કરી બે ફડાકા મારતા પરિણીતાનો આપઘાત
મોરબીમાં પતિએ ઝઘડો કરી બે ફડાકા મારતા 17 વર્ષીય પરિણિતાને લાગી આવતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે મળેલી વિસ્તૃત વિગત મુજબ મોરબીના વીસીપરામાં ફાટક પાસે રહેતી રોશનીબેન રામુભાઇ મેડા એ ગઇકાલે રાત્રે 10 વાગે પોતાની ઓરડીમાં લાકડાની આડી સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ પરિણીતાએ ઓરડીનો દરવજો બંધ કરી પગલું ભર્યુ હોવાથી પતિને જાણ થતા દરવાજો તોડી રોશનીને નીચે ઉતારી પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી જે પછી તેણીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે 6.20 વાગ્યે આસપાસ તેનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી ડીવીઝન પોલીસને કરી હતી. પોલીસે રાજકોટ સિવિલ પહોંચી મૃતદેહ પીએમ માટે ખસેડવા તજવીજ કરી હતી. અને પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, રોશની એક ભાઇ, ચાર બહેનમાં મોટી હતી. તેના લગ્ન હજુ ર માસ પહેલા જ થયા હતા. હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
