મોરબીના લાલપર ગામે પીએચસી દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઇ
SHARE







મોરબીના લાલપર ગામે પીએચસી દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઇ
મોરબીના લાલપરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયાના માર્ગદર્શન હેઠળ મેડીકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયા અને લાલપર હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ દ્રારા જુલાઈ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી અને ગપ્પી ગમ્બુસીયા માછલીનું નિદર્શન અને જળાશયોમાં મૂકવામાં આવી હતી અને જોખમી સગર્ભા બહેનોને સલામત અને સરળ પ્રસૂતિ થાય તે માટે સ્પેશ્યલ યોગા સેશન કરવામાં આવ્યું હતું સ્ક્રીનીંગ, તમામ રિપોર્ટ અને જરૂરી સોનોગ્રાફી માટેના ફોર્મ તથા દરેક સગર્ભા બહેનોને સલામત રીતે માતૃત્વ ધારણ કરે તે માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અનુસાર દરેક ગ્રામ પંચાયતમાં લેટર બજવણી "વરસાદ પછી ટાળો, ફેલાતો રોગચાળો" નો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.
