મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

આઝાદ ભારતનું અનોખુ ગામ: મોરબીના નાગડાવાસમાં લોકો નક્કી કરે તે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય


SHARE









આઝાદ ભારતનું અનોખુ ગામ: મોરબીના નાગડાવાસમાં લોકો નક્કી કરે તે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય

ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી હતી અને મોટાભાગના ગામની અંદર ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાતી હોય છે ત્યાર બાદ સરપંચ અને સભ્યો નક્કી કરવામાં આવતા હોય છે જો કે, મોરબી જિલ્લામાં આવેલ નાગડાવાસ એવું ગામ આવેલું છે કે જે ગામની અંદર આઝાદી બાદ આજ સુધીમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને ગામના લોકો દ્વારા દર વખતે જ્યારે ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યારે ચૂંટણી પહેલાં જ ગામની અંદર નવા સરપંચ કોણ બનશે અને સભ્ય તરીકે કોને લેવામાં આવશે તે નક્કી કરી દેવામાં આવે છે

મોરબી જિલ્લામાં ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તે પૈકીની કેટલીક ગ્રામ પંચાયતો સરકારી ગ્રાન્ટ મળે તે માટે તેને સમરસ કરવા માટે આગેવાનો, વડીલો અને ગામના યુવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની છે જોકે અહીં આપણે વાત કરીએ છીએ મોરબી તાલુકાના નાગડાવાસ ગામની કે જે આઝાદી પછી એટલે કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો અને પંચાયતી રાજ આવ્યું ત્યારથી લઈને આજ સુધીમાં એક પણ વખત આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી તેવું સુખાભાઇ ડાંગરે જણાવ્યુ છે

હાલમાં નાગડાવાસ ગામના વડીલો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી ત્યાર બાદ ગામની અંદર ચૂંટણીને લઈને કોઈપણ પ્રકારના વાદવિવાદ કે વિખવાદ ન થાય અને ગામમાં સહુકોઈ મળીને એકસંપ થઈને રહે તેવી સારી ભાવના સાથે ગામના વડીલો દ્વારા ગામની અંદર પંચાયત સમરસ બને તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષોથી વડીલોએ જે ચીલો ચાતરિયો છે તેના ઉપર આજની યુવા પેઢી પણ ચાલી રહી છે તેવું કરશનભાઇ ટાપુભાઇએ જણાવ્યુ છે

આ વખતે વસંતભાઇ મિયાત્રાને સર્વાનુમતે સરપંચ બનાવવામાં આવેલ છે તેના કહેવા મુજબ ૧૯૬૨થી નાગડાવાસ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને દર વખતે ગામ પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ગામના વડીલો અને આગેવાનો મળીને નવા સરપંચ અને સભ્યોને નક્કી કરી લેતા હોય છે અને જે લોકોના નામ ગામના વડીલો દ્વારા સરપંચ અને સભ્યો માટે મૂકવામાં આવે છે તેને સમગ્ર ગામ દ્વારા આવકારવામાં આવે છે અને તેને જ સરપંચ અને સભ્યો તરીકે ગ્રામ પંચાયતમાં લેવામાં આવે છે આવી જ રીતે આ વખતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હાલમાં જાહેર કરવામાં આવી છે ત્યારે ગામમાંથી વડીલોએ નક્કી કરેલા સરપંચ અને સભ્યો જાહેર કરવામાં આવ્યા છે અને આવી જ પ્રથા આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવી લાગણી ગામના આગેવાનો અને વડીલોએ વ્યક્ત કરી છે




Latest News