આઝાદ ભારતનું અનોખુ ગામ: મોરબીના નાગડાવાસમાં લોકો નક્કી કરે તે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય
હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા
SHARE
હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા
હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ શહેરના ભવાની નગર વિસ્તારમાં આવેલ બહુચર માતાજીનું મંદિર ત્રણ વર્ષ પહેલા નિર્માણ પામ્યું છે જેમાં હળવદ, ધાંગધ્રા, થાનના ૪૦ કિન્નરોની માતાજીની સેવા-પૂજા કરે છે સાથોસાથ જય બહુચર માં ગૌશાળા પણ ચલાવી રહ્યા છે ત્યાં ૩૫ જેટલી ગાયોની દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છ
મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ૩ વર્ષ પહેલા બહુચર માતાજીનું મંદિર નિર્માણ પામી છે જેમાં હળવદ ધાંગધ્રા થાનગઢના કિન્નરોઓ અહીં માતાજીની સેવા-પૂજા કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની સાથોસાથ જય બહુચર માં ગૌશાળા ચલાવી રહ્યા છે આ કિનરો દ્વારા હળવદ ધાંગધ્રા અને થાનગઢમાં તહેવારોમાં તેમજ લગ્ન પ્રસંગે પૈસા માગીને તે પોતાના ખિસ્સામાં રાખતા નથી કે પોતે મોજશોખ કરતા નથી તેઓ પૈસા આવે તે ૩૫ જેટલી ગાયોને ઘાસચારો ખવડાવીને દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છે
આ અંગે બહુચર માતાજીના સુરેખાદે મકસીસદે, અંકિતાદે સુરેખાદે, પૂજાદે સુરેખાદેને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે અમો છેલ્લા બે વર્ષથી ૪૫ કિન્નરોની રહીએ છીએ અને માતાજીની સેવા-પૂજા કરી છીએ અને ગૌશાળા પણ ચલાવે છે દર પૂનમે અહીં બાળકોને બટુક ભોજન તેમજ મહિલા મંડળ દ્વારા રામધુનનું પણ આયોજન કરવામાં આવે છે અને અમો તમામ કિન્નર સમાજ જય બહુચર માતાજી ગૌશાળા ચલાવી રહ્યા છીએ જો કોઈ દાતાઓને દાન ભેટ કરવું હોય તો મોબાઈલ નંબર ૬૩૫૧૭ ૦૨૨૮૮ અથવા ૬૩૫૩૦ ૪૮૯૬૪ માં સંપર્ક કરીને ગૌશાળા માટે સહયોગ આપી શકે છે તેવું જણાવ્યુ છે