મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેરની લુણસર ચોકડી પાસે ગેરેજમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ભરેલ બેગની ચોરી


SHARE









વાંકાનેરની લુણસર ચોકડી પાસે ગેરેજમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ભરેલ બેગની ચોરી

વાંકાનેરની લુણસર ચોકડીએ અર્જુન પ્લાઝાની બાજુમાં આવેલ ગેરેજમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્યાંથી સોના-ચાંદીના દાગીના થતા રોકડા રૂપિયા જે બેગમાં રાખવામાં આવ્યા હતા તે બેગની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં 65,691 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક લુણસર ચોકડી પાસે અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજ નામના દુકાનમાં રહેતા અને કામ કરતા નદીમખાન રઈસખાન પઠાણ (22) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ગેરેજમાં તેમણે બેગની અંદર સોનાની એક વીટી તથા ચાંદીની એક લકી મૂકી હતી તથા તેમાં રોકડા 30,700 પણ મૂક્યા હતા તે બેગની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 65,691 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા રીટાબેન (55) નામના મહિલા નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે એક્ટિવમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન એક્ટિવા સ્લીપ થવાના કારણે તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે તો મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતો ફેજલ ફિરોજભાઈ પીલુડિયા (20) નામનો યુવાન અજંતા બાજુથી મોરબી તરફ બાઈકમાં આવી રહ્યો હતો દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઇલેક્ટ્રિક શોટ લાગતા સારવારમાં

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા છોટાલાલ ખરવા (30) નામનો યુવાન ઘરે હતો ત્યારે ત્યાં તેને કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News