વાંકાનેરની લુણસર ચોકડી પાસે ગેરેજમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ભરેલ બેગની ચોરી
મોરબીમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં સાસરિયાંનો નિર્દોષ છુટકારો
SHARE







મોરબીમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં સાસરિયાંનો નિર્દોષ છુટકારો
મોરબીમાં રહેતી મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે
આ કેશની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદી જયશ્રીબેન દાનાભાઇ પરમારને વર્ષ 2018 માં તેમના પતિએ ઝગડો કરી ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને તેના સાસુ-સસરા અને નંણદ અવાર નવાર ઘરના કામકાજ બાબતે મહેણા ટોણા મારતા અને શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા અને અન્ય આરોપીઓએ ઝગડો કરી મારમારીના ગુન્હામાં એકબીજાને મદદગારી કરતાં હતા તેવી ફરિયાદ કરી હતી જેથી મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ની કલમ- 498(ક), 323, 504, 114 મુજબ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે આ કેસમાં આરોપી વતી મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.
