મોરબીમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં સાસરિયાંનો નિર્દોષ છુટકારો
વાંકાનેરમાં પરશુરામ ધામના ત્રિ-દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : ભવ્ય શોભાયાત્રા નિકળી
SHARE








વાંકાનેરમાં પરશુરામ ધામના ત્રિ-દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : ભવ્ય શોભાયાત્રા નિકળી
ધર્મસભા, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા : મહાયજ્ઞનો લાભ લેતા ભાવીકો : નિજ મંદિરને રોશનીનો શણગાર : બહાર ગામના બ્રહ્મસમાજના સદસ્યો માટે રહેવા-જમવાની વ્યવસ્થા
વાંકાનેરના રાજકોટ રોડ પર તાલુકા સેવા સદનની બાજુમાં આવેલ બ્રહ્મ સોસાયટી ખાતે 1000 વાર ચોરસ જગ્યામાં આકાર લીધેલ સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામ ધામ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે.
જેમાં ગઈકાલે તા.28ના રોજ શહેરના વર્ષો પુરાણા ચત્રભુજરાયજી મંદિર ખાતેથી સંતો-મહંતો જ્ઞાતિજનો તથા વાંકાનેર શહેર તથા તાલુકાભરના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો સહીતનાની પ્રેરક ઉપસ્થિતિમાં બપોરે ત્રણ કલાકે ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક દાદાની શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું.
શોભાયાત્રા શહેરના રાજમાર્ગો દરબારગઢ રોડ, ચાવડી ચોક, હરીદાસ રોડ, માર્કેટ ચોક, દિવાનપરા, આરોગ્યનગર, વિવેકાનંદ નગર થઈ નિર્માણાધીન પરશુરામ ધામ ખાતે પહોંચેલ શોભાયાત્રામાં રથ, 51થી વધુ કાર, 151 બાઈક જોડાયા હતા. જયાં ધર્મસભા, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સંતો મહંતોએ આશિવર્ચન પાઠવેલ હતા.આજે તા.29થી ત્રિદિવસી મહાયજ્ઞ વાંકાનેરના સારસ્વત કર્મકાંડી ભુદેવો દ્વારા શાસ્ત્રોકત વિધી સાથે મંગલ પ્રારંભ કરવામાં આવેલ છે. વધુમાં મોરબી જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ કે. ઓઝા તથા વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા દ્વારા જણાવેલ છે કે સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાંથી આવતા બ્રહ્મ સમાજના ભાવિક ભકતજનો માટે ત્રણેય દિવસ રહેવા તથા ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત પરશુરામ ધામ ખાતે સંતો મહંતો તથા રાજકીય આગેવાનો આમંત્રીત મહેમાનો, મહાનુભાવો માટે વિશાળ સ્ટેજની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. નિજ મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવેલ છે.આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા બ્રહ્મસમાજના અગ્રણીઓ ભરતભાઈ ઓઝા, બાબુભાઈ વરણવા (રાજગોર), રાજુભાઈ રાવલ, અમિતભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ઠાકર, નિશીતભાઈ જોષી, મોહનભાઈ રાજગોર, પ્રમુખ જયેશભાઈ ઓઝા સહીતના કાર્યકરો રાત દિવસ એક કરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેવી જ રીતે બ્રહ્મસમાજની બહેનો પણ આ ભગીરથ કાર્યમાં હર્ષભેર જોડાઈ છે.
