મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ: ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટરની સુચના


SHARE













મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ: ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટરની સુચના

મોરબી કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં આવેલ સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં કલેક્ટર દ્વારા જીલ્લામાં આવેલ ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવેલ છે.

આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન, જળસંપતિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ, શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધાઓ જેવી કે રોડ, ડેમ, બ્રિજ, કેનાલ, બિલ્ડીંગ, હોસ્ટેલ, પંચાયત ઘર, સરકારી આવાસો, સરકારી હોસ્પિટલ, પીએસસી, સીએચસી, શાળાઓ, આંગણવાડી સહિત અન્ય તમામ સરકારી ઇમારતોની સ્ટ્રકચરલ સેફટી માટે હાલના સરકારી ધારા ધોરણો મુજબ ઇન્સ્પેક્શન કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં પીવાના પાણીની તથા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પીએમ પોષણ યોજના, શ્રમિક અન્નપૂર્ણા, હોટ કુક્ડ મીલ તેમજ વિવિધ હોસ્ટેલ્સમાં નાગરિકોને આપવામાં આવતા ભોજનની યોગ્ય ગુણવત્તા જળવાય તે બાબતે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં સરકારી બાંધકામ ક્ષતિગ્રસ્ત કે જર્જરિત હોય તો તેનો તાકિદે કરવા જણાવ્યું હતું, જેથી સંભવિત દુર્ઘટના ટાળી શકાય. આ બેઠકમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, આરએસસી એસ.જે. ખાચર, ડીઆરડીએના નિયામક એન.એસ. ગઢવી, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News