લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ
SHARE








લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગની નવા વર્ષની ટીમ દ્વારા સુકાન સંભાળ્યા બાદ આ વર્ષે પણ એટલે કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગંગા સ્વરૂપ બહેનો માટે રાશન કીટ વિતરણ પ્રોજેક્ટ ચાલુ રાખવાનો નિર્ણય નવા પ્રમુખ દિનેશભાઈ વિડ્જા અને સમગ્ર ટીમ દ્વારા લેવામાં આવ્યો છે અને મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ રામ મંદિર ખાતે દર મહીનાના છેલ્લા રવિવારે 150 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને 1 માસ ચાલે તેવી રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. જેમાં સર્વ જ્ઞાતિના લાભાર્થીઓને ક્લબ દ્વારા એક નાનકડી મદદ કરવાંમાં આવે છે. આ પ્રોજેક્ટની શરૂઆત ચંદ્રકાંતભાઈ દફ્તરીની પ્રેરણાથી કરવામાં આવી હતી જ્યારે આજે 5 વર્ષ પછી પણ ક્લબ દ્વારા અવિરત પણે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. દર મહિને કીટ કેબી બેકરીની જગ્યાએ કુતુબભાઈ ગોરૈયા, વિરેન્દ્રભાઈ પાટડિયા, તુષારભાઈ દફતરીના માર્ગદર્શનમાં તૈયાર થાય છે જ્યારે ક્લબ મેમ્બરો પ્રોજેક્ટના દિવસે હાજરી આપી આ પ્રોજેક્ટને સફળતા પૂર્વક પાર પાડે છે. આ ઉપરાંત પણ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ક્લબ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવે છે તો આવા સામાજિક કાર્યમાં જોડાવા ઇચ્છતા લોકો પ્રમુખ દિનેશભાઈ વિડજા (9925726974) અથવા તો સેક્રેટરી પિયુષભાઈ સાનજા (9909972242) નો સંપર્ક કરી શકે છે.
