મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ
મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત
SHARE








મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે રહેતા અને મૂળ દાહોદના મજૂર યુવાને જીંબુડીયા ગામે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નિપજત્તા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.હાલ બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદના ઉતરા ફળિયું ડુંગરા ગામનો રહેવાસી અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહી અહીં લાદીના કટીંગના કારખાનામાં ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ કરતા રતનસિંહ સંગુરભાઈ ડામોર (ઉમર ૩૫) એ આજે તા.૩૦-૭ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત થત્તા તેના ડેડબોડીને અત્રેની સિવિલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું.બનાવ સંદર્ભે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા બનાવ સંદર્ભે એડી દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.મૃતક છેલ્લા ૧૫ વર્ષથી મોરબી ખાતે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા.હાલ તેઓના અકાળે અવસાનથી તેમના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.બનાવને પગલે પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
બાળક સારવારમાં
વાંકાનેરના સરધારકા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવાની અસર થતા કાર્તિક રમેશભાઈ ધરજીયા (ઉમર ૩) રહે.ગાંગીયાવદરને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મૂળ ઉત્તરપ્રદેશ હાલ ચાંચાપર ખાતે રહેતા ભગતરામ જેજેરામ ગૌતમ નામના ૨૭ વર્ષના યુવાનને ચાંચાપર પાસે આવેલ શિવરામ મેટલ નામના યુનિટમાં કામ દરમિયાન પડી જતા બેભાન હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આઈટીઆઈ નજીક બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં તેજશ ધિરેનભાઈ ભટ્ટ (૩૮) રહે.આનંદનગર ભાવનગરને સારવાર માટે ઓમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઈજા
મોરબીના નાની વાવડી ગામે રહેતા શંકરભાઈ મેઘરાજભાઈ રબારી નામના ૨૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લવાયો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરી હતી.જ્યારે મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન મંદિરની પાસે આવેલ એશિયન કંપની નજીક રહેતા સુનુલસિંગ જમનાસિંગ નામના ૧૯ વર્ષના યુવાનને સાપ કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળીયા હાઇવે ઉપર પગપાળા જઈ રહેલા પ્રકાશભાઈ પરમાર (૧૯) અને પ્રવીણભાઈ વલાભાઈ બાનીયા (૧૮) રહે.ભરતનગરને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બંનેને સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.
યુવાન સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા જેપુર ગામના સુનિલભાઈ ગિરધરભાઈ સાણજા (ઉંમર ૩૦) નામનો યુવાન ગામના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રાત્રી દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે માળિયા મીંયાણાના નવા દેરાળા ગામે રહેતા પરિવારના પિયુષ દીપકભાઈ ઠકરાર નામના ચાર વર્ષના બાળકને નભાભાઇની વાડીએ કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના મશાલની વાડી વિસ્તારમાં રહેતા પરીવારના નીરજ શાંતિલાલ કણજારિયા નામના દસ વર્ષના બાળકને ઘર નજીક અજાણ્યા બાઈક ચાલકે હડફેટ લેતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો.
