મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો વાંકાનેર તાલુકામાં કલેક્ટરના જાહેરનામના ભંગ સબબ સુપરવાઇઝર, કોન્ટ્રાકટર અને કારખાનેદાર સામે ગુના નોંધાયા ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની વાતમાં વૃદ્ધ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ સાવધાન: ટંકારાના ઘુનડા ગામે રહેતા યુવાનના વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપના કરતાની સાથે જ બેંક એકાઉન્ટમાંથી 12.50 લાખ ઉપડી ગયા ! મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિકનું નિયમન કરાવતા કોન્સટેબલને દંપતીએ માર મારીને માથું ફાડી નાખ્યું ! મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો મોરબીના રવાપર ગામે જુગાર રમતા 8 મહિલા પકડાઈ: દેવીપુર ગામે વાડીએ જુગારની રેડ 3 પકડાયા 1 ફરાર: વાંકાનેરમાં વરલીના આંકડા લેતા 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો 


SHARE















મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો 

મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ હેઠળ જિલ્લાવાસીઓને વિવિધ સહાય અને યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે કિચન ગાર્ડન બનાવવા માટે લાલબાગ ખાતે બાગાયત કચેરીએ વિવિધ શાકભાજીના બિયારણનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સરકારશ્રીની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કેનિંગ અને કિચન ગાર્ડન યોજના અંતર્ગત શહેરીજનોને ઘર આંગણે કિચન ગાર્ડન ઊભા કરવાના હેતુસર ભીંડા, ગુવાર, રીંગણ, મરચા, ચોળી, પાપડી, દૂધી, તુરીયા, ગલકા, કાકડી, મુળા જેવા શાકભાજીના બિયારણ હાલ રાહત દરે ઉપલબ્ધ છે. વધુમાં કિચન ગાર્ડનિંગને લગત માર્ગદર્શન પણ આ કચેરી ખાતે પૂરું પાડવામાં આવશે જેથી શાકભાજીના બિયારણ મેળવવા તેમજ માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી, ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ નો ( જાહેર રજાના દિવસો સિવાય) સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયુ છે.




Latest News