મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો વાંકાનેર તાલુકામાં કલેક્ટરના જાહેરનામના ભંગ સબબ સુપરવાઇઝર, કોન્ટ્રાકટર અને કારખાનેદાર સામે ગુના નોંધાયા ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની વાતમાં વૃદ્ધ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ સાવધાન: ટંકારાના ઘુનડા ગામે રહેતા યુવાનના વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપના કરતાની સાથે જ બેંક એકાઉન્ટમાંથી 12.50 લાખ ઉપડી ગયા ! મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિકનું નિયમન કરાવતા કોન્સટેબલને દંપતીએ માર મારીને માથું ફાડી નાખ્યું ! મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો મોરબીના રવાપર ગામે જુગાર રમતા 8 મહિલા પકડાઈ: દેવીપુર ગામે વાડીએ જુગારની રેડ 3 પકડાયા 1 ફરાર: વાંકાનેરમાં વરલીના આંકડા લેતા 1 ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ


SHARE















માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની ફરિયાદમાં જેનું નામ હતું અને હાલમાં તેને આરોપી તરીકે સીઆઇડી ક્રાઇમની ટીમે પકડીને રિમાન્ડ ઉપર લીધેલ છે તે તરઘરી ગામના સરપંચને મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે અને તેને સરપંચના હોદા ઉપરથી દૂર કરવા માટેની કાર્યવાહી અધિકારી દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માળીયા (મી) તાલુકાનાં તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને હાલમાં કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે. જેમાં જણાવ્યુ છેકે, માળીયાના ટીડીઓ દ્વારા ગત તા. 14/5 ના પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા ફરીયાદી ભીમજીભાઈ બેચરભાઈ દ્વારા વજેપરના સર્વે નંબર-602 વાળી જમીનમાં થયેલ ગેરરીતી સંદર્ભે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં આરોપી તરીકે સાગર અંબારામભાઈ ફુલતરીયાનું એફઆઇઆરમાં નામ છે. "ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ 59(1) મુજબ સરપંચ અથવા ઉપ-સરપંચ સામે નૈતિક અધઃપતનવાળા કોઈ ગુનાના સંબંધમાં કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હોય અથવા જેને કોઈ ગુના માટે ઇન્સાફ દરમ્યાન જેલમાં કે અટકમાં રાખવામાં આવ્યો હોય અથવા જે કલમ 30 હેઠળ પંચાયતના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે ગેરલાયક ન ઠરાવે તેવી કેદની શિક્ષા ભોગવતો હોય અથવા જેને તે સમયે અમલમાં હોય તેવા નિવારક અટકાયતને લગતા કોઈ કાયદા હેઠળ અટકમા રાખવામા આવ્યો હોય તેવા સરપંચ અથવા ઉપ-સપંચને હોદા પરથી મોકુફ કરી શકાશે. જેથી સાગર અંબારામભાઈ ફુલતરીયા તરઘરીના સરપંચ તરીકે છે અને તે પાયાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. આથી ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ-59(1) હેઠળ તેની સામે શા માટે પગલા ન લેવા ? તે બાબતેનો ખુલાસો કરવા હાલમાં કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે અને આગામી તા 8/8/25 ની મુદત રાખવામા આવેલ છે. અને જો ખુલાસો કરવામાં નહિ આવે તો તે કંઈ કહેવા માંગતા નથી તેમ માનીને તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.




Latest News