માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ
મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
SHARE








મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
સૌરાષ્ટ્રના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મોરબીમાં આવેલ શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા અને તેના પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજીને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયાનો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૫ ના રોજ તેમની છઠ્ઠી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબીના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબીના જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે કૃષિતભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, નરેન્દ્રભાઈ સંઘાત, અનિલભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા, કે.પી.ભાગીયા, મનસુખભાઈ કલસરીયા, જયેશભાઈ ગોસ્વામી, જગદીશભાઈ વામજા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મયુરભાઈ રામાણી, ભરતભાઈ રાબડીયા સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ સહિતના હાજર રહ્યા હતા.
