હળવદ-મોરબીમાં દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 10 બોટલ સાથે બે પકડાયા
મોરબીના રવાપર ગામે જુગાર રમતા 8 મહિલા પકડાઈ: દેવીપુર ગામે વાડીએ જુગારની રેડ 3 પકડાયા 1 ફરાર: વાંકાનેરમાં વરલીના આંકડા લેતા 1 ઝડપાયો
SHARE
મોરબીના રવાપર ગામે જુગાર રમતા 8 મહિલા પકડાઈ: દેવીપુર ગામે વાડીએ જુગારની રેડ 3 શખ્સ પકડાયા 1 ફરાર: વાંકાનેરમાં વરલીના આંકડા લેતા 1 ઝડપાયો
મોરબીના રવાપર ગામે બોની પાર્કમાં એપાર્ટમેન્ટની છત ઉપર, દેવીપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાં અને વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે 8 મહિલા સહિત કુલ 12 વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સાથે તેની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના રવાપર ગામે બોની પાર્કમાં આવેલ મારુતિ એપાર્ટમેન્ટની છત ઉપર જુગાર રમતા હોવાની હકીકત સ્થાનીક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા (30) રહે. મારુતિ એપાર્ટમેન્ટ બોની પાર્ક રવાપર, ભારતીબેન કૈલાશભાઈ ડાંગર (42) રહે. યમુનાનગર મોરબી, સોનલબેન સુરેશભાઈ ગોસાઈ (37) રહે. મહેન્દ્રપરા શેરી નં-13 મોરબી, હિરલબેન વિશાલભાઈ બરાસરા (28) રહે. આલાપ રોડ મોરબી, જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા (40) રહે. વજેપર શેરી નં-1 મોરબી, મીનાબા ઘનશ્યામસિંહ વાઘેલા (54) રહે. અરુણોદયનગર જૈન દેરાસરની પાછળ મોરબી, સંગીતાબેન કરસનભાઈ ઠકરાર (50) રહે. દરિયાલાલ મંદિર પાછળ વાધરવા અને ક્રીમાબેન પ્રભુભાઈ સોલંકી (45) રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 34,300 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં કેનાલના કાંઠે આવેલ મુકેશભાઈ માકાસણાની વાડીની ઓરડીમાં જુગાર રમતા આવવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા (52), જગદીશભાઈ વાલમજીભાઈ માકાસણા (51) અને વસંતભાઈ કેશવજીભાઈ માકાસણા (56) રહે. ત્રણેય ચરડવા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 61,000 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને પોલીસને જોઈને સંજયભાઈ લાભુભાઈ માકાસણા રહે. ચરાડવા વાળો નાસી ગયો હતો જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સંજયભાઈ માકાસણાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આવી જ રીતે એલસીબીની ટીમ દ્વારા વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન સામે બાપા સીતારામ પાનની દુકાન નજીક જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્યુ આપવું મહાવીરસિંહ જેઠવા રહે. રેલવે સ્ટેશન રોડ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 16,150 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે.