મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવમહિમા વ્યાખ્યાનનું આયોજન
મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો
SHARE









મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબીના ચકચારી બળાત્કારના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે ભોગ બનનારે તા. ૪-૮-૧૯ થી તા.૨૫-૮-૧૯ ના કલાક ૨૩-૫૫ ના સમય ગાળા દરમ્યાન આરોપી જયસુખ ઉર્ફે જયેશ મનસુખભાઈ બાવરવાએ આ કામના ભોગ બનનાર ફરીયાદી બેન અનુ.જાતીના હોવા અંગેનુ જાણવા છતાં ફરીયાદી બેન મજુરી કામ કરતા હતા ત્યારે અવાર નવાર અશ્લીલ ઈશારા કરી તેમજ તેમની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંથી પ્રવેશ જાતીય હુમલો કરી આ વાતની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ઘમકી તેમજ આરોપી દિપક દશરથભાઈ અણેવાડીયા જયસુખે જે કર્યુ તે જોણતા હોવા છતાં આ વાત કોઈને કરશે તો બંન્ને ભેગા મળી જાનથી મારી નાંખવાની ઘમકી આપીને ગાળો આપી હતી તેમજ ફરીયાદી બેનના અશ્લીલ ફોટા મેળવી ફરીયાદીના સંબંધીઓને વોટસએપ દ્રારા મોકલી બદનામ કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ આપેલ હતી. જે કેસ મોરબીની સ્પે.એટ્રોસીટી કોર્ટના ન્યાયધીશ એડી.સેસન્સ જજ શ્રી એમ.આર.નાદપરા સાહેબની કોર્ટ માં ચાલી જતા આરોપીઓના વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) ત્યા કુ.મેનાઝબેન એ.પરમારએ કરેલ ઘારદાર દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરતા આરોપીઓના વકીલ મનીપ પી.ઓઝાની દલીલો માન્ય રાખીને આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.આરોપીઓ તરફે વકિલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) રોકાયેલ હતા.
