મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં દાડમના ખેતરમાં ગાયો ચરાવવાની ના કહેતા યુવાનને બે માલધારીએ આપી મારી નાખવાની ધમકી, કારનો કાચ તોડી નાખ્યો


SHARE









હળવદમાં દાડમના ખેતરમાં ગાયો ચરાવવાની ના કહેતા યુવાનને બે માલધારીએ આપી મારી નાખવાની ધમકી, કારનો કાચ તોડી નાખ્યો

હળવદમાં શ્રીધર જીનની પાછળના ભાગમાં યુવાનોનું દાડમનું ખેતર આવેલ છે અને તે ખેતરની અંદર માલધારીએ તેની ગાયો ચરાવવા માટે મૂકી દીધી હતી જેની યુવાનના ખેતરમાં મજૂરી કામ કરતા મહિલાએ તેને ફોન કરીને જાણ કરી હતી જેથી યુવાન તેની કાર લઈને તાત્કાલિક ખેતરે ગયો હતો ત્યારે ખેતરમાં ગાયો ચરતી હતી જેથી ગાયોને ચરાવી રહેલા બે શખ્સને ગાયો ચરાવવાની ના પડી હતી જેથી યુવાનનું ગળું પકડીને કાંઠલો પકડી લીધો હતો અને તેને ગાળો દેવામાં આવી હતી અને લાકડી વડે યુવાનની કારનો આગળનો કાચ તોડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાળમાં મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુંદીયા (45) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધનજીભાઇ ઉર્ફ ધનો બલાભાઇ સોરીયા તથા સામંતભાઇ ઉર્ફ મોરલો માત્રાભાઇ સોરીયા રહે. બંને ખારી વાડી વિસ્તાર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગઈકાલે બપોરે ચાર વાગ્યાના અરસામાં તેઓની વાડીએ કામ કરતાં મજુર નીતાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે “વાડીમાં દાડમના ખેતરમાં ભરવાડો ગાય ચરાવે છે” જેથી ફરિયાદી તેની કાર લઈને તાત્કાલિક પોતાની વાડીએ ગયા હતા અને ત્યાં ધનજીભાઈ અને સામતભાઈ બંને દાડમના ખેતરમાં તેની ગાયો ચરાવતા હતા જેથી ગાયો ચરાવવાની ના પાડતા ધનજીભાઈએ ફરિયાદીનું ગળું અને કાંઠલો પકડી લીધો હતો અને ગાળો આપી હતી અને લાકડી વડે ફરિયાદીની કારનો આગળનો કાચ તોડી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News