મોરબીના બેલા ગામ પાસેથી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક પકડાયો, બેની શોધખોળ: 2.36 લાખનો મુદામાલ કબ્જે
મોરબીની અણિયારી ચોકડી પાસેથી બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બે ભેંસ-એક પાડું લઈ જતાં એક શખ્સો પકડાયો
SHARE
મોરબીની અણિયારી ચોકડી પાસેથી બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બે ભેંસ-એક પાડું લઈ જતાં એક શખ્સો પકડાયો
મોરબીની અણીયારી ચોકડી પાસેથી બોલેરો ગાડી પસાર થઈ હતી ત્યારે તે ગાડીને રોકીને ગૌરક્ષકોએ ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી બે ભેંસ અને એક પાડું અને કુલ ત્રણ અબોલજીવ મળી આવ્યા હતા જો કે, વાહન ચાલક પાસે કોઈપણ જાતની પાસ પરમિટ હતી નહીં જેથી આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વાહનના ચાલકને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસીડેન્સી ખાતે રહેતા જયદીપભાઇ કિશોરભાઈ ડાવડા (24)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઈ હાજીહસનભાઈ નોતીયાર (35) રહે, જારા તાલુકો લખપત જિલ્લો કચ્છ વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાંથી પસાર થતાં માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ચોકડી પાસેથી બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 6427 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી બે ભેંસ અને એક પાડુ મળી આવતા ત્રણ અબોલ જીવને ઘાસચારા કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર ક્રૂરતાથી બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી દોઢ લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 55,000 ની કિંમતના અબોલજીવ આમ કુલ મળીને 2.05 લાખના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો અને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.