મોરબી અને વાંકાનેર શહેર તથા વાંકાનેર અને ટંકારા તાલુકામાં જુગારની 6 રેડ: 7 મહિલા સહિત 23 લોકો 1.53 લાખની રોકડ સાથે પકડાયા
SHARE









મોરબી અને વાંકાનેર શહેર તથા વાંકાનેર અને ટંકારા તાલુકામાં જુગારની 6 રેડ: 7 મહિલા સહિત 23 લોકો 1.53 લાખની રોકડ સાથે પકડાયા
મોરબી શહેર, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા, ટંકારા તાલુકામાં જુદીજુદી 6 જગ્યાએ જુગારની રેડ કરી હતી ત્યારે 7 મહિલા સહિત કુલ મળીને 23 લોકો જુગાર રમતા પકડાયા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 1,53,600 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
વાવડી રોડ ગાયત્રીનગર જુગાર
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર શેરી નંબર 2/3 ની વચ્ચે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઇલાબેન ભરતભાઈ વ્યાસ (60) રહે. કુબેરનગર મોરબી, નીપાબેન તુષારભાઈ ગોહેલ (28) રહે. ગાયત્રીનગર, તેજલબેન બેચરભાઈ રાઠોડ (21) રહે. કારીયા સોસાયટી મોરબી, શ્વેતાબેન તિલકભાઈ વ્યાસ (61) રહે. ગાયત્રીનગર, શીલતબા પદુભા ગોહિલ (31) રહે. ગાયત્રીનગર મોરબી, ખુશીબેન અર્જુનભાઈ ચૌહાણ (29) રહે. ગાયત્રીનગર મોરબી અને ગીતાબેન ઘનશ્યામભાઈ ગોહેલ (50) રહે. ગાયત્રીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,300 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વાંકાનેરમાં જુગારની ત્રણ
વાંકાનેરના વેલનાથપરામાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે ત્યાં જુગારની રેડ કરતા પોલીસે સ્થળ ઉપરથી ભરતભાઈ દેવશીભાઈ દેલવાડીયા (42) રહે. વેલનાથપરા વાંકાનેર અને વિમલભાઈ જીતુભાઈ સોલંકી (20) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળાની જુગાર રમતા હોય 2510 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે જુગારની બીજી રેડ હસનપર ગામ રામચોકમાં જાહેરમાં કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા નરેશભાઈ વહાણભાઈ કટવાણા (29), જીતેશભાઈ વિનુભાઈ સારલા (28) અને હર્ષદ છગનભાઈ સુસરા (35) રહે. ત્રણેય હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 14,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ગુનો નોંધાયો છે જ્યારે વાંકાનેર સિટી સ્ટેશન રોડ ઉપર પાણીના પરબ પાસે જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી પ્રકાશભાઈ નવઘણભાઈ બાંભણિયા (40) અને સુરેશભાઈ નવઘણભાઈ બાંભણિયા (50) રહે. બંને સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઇસ્કુલ સામે વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 2,570 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
સમથેરવા ગામે જુગાર
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામ મોટા મઢવાળા ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસ સ્થળ ઉપરથી વશરામભાઈ મનજીભાઈ સેટાણીયા (45), ધુળાભાઈ સોમાભાઈ સેટાણીયા (50), કાળુભાઈ ઉર્ફે જગાભાઈ મંગાભાઈ સેટાણીયા (40) રહે. બધા સમથેરવા વાળાની 6420 ની રોકડ તથા 50,000 રૂપિયાની કિંમતના બે બાઇક આમ કુલ મળીને 56,420 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે જોકે, પોલીસને જોઈને જગાભાઈ નાનુભાઈ મુંધવા અને સંજયભાઈ મોનાભાઈ ગમારા રહે. બંને સમથેરવા વાળા નાસી ગયેલા હોય હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
લજાઈ નજીક ગોડાઉનની ઓરડીમાં રેડ
ટંકારાના હડમતીયા રોડ ઉપર લજાઈ ગામ પાછળ જીઆઇડીસી વિસ્તારમાં હરેશભાઈ છગનભાઈ દલવાડીયાના કબજા વાળા કિવ ગોડાઉનના પહેલા માળે આવેલ ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા હરેશભાઈ છગનભાઈ દલવાડીયા (45) રહે. ક્રિષ્ના સ્કૂલ પાસે હોમ એપાર્ટમેન્ટ રવાપર મોરબી, હરેશભાઈ મગનભાઈ ઉભડિયા (45) રહે. જિલ્લા સેવા સદન પાછળ શિવાલય એપાર્ટમેન્ટ મોરબી, સિધ્ધરાજસિંહ દિલુબા જાડેજા (65) રહે. ઋષભનગર શેરી નં-3 મોરબી, દિનેશભાઈ કાળુભાઈ ધરોડીયા (46) રહે. જિલ્લા સેવા સદન પાસે ભુવનેશ્વરી પાર્ક મોરબી, હરજીવનભાઈ પીતાંબરભાઈ બરાસરા (65) રહે. ઋષભનગર શેરી નં-3 મોરબી અને નિલેશભાઈ લક્ષ્મણભાઈ વારેવાડીયા (44) રહે. રવાપર ગામ મહાવીર એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 75,200 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
