મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠકના ૧૩ ગામની પંચાયતો સમરસ: ૧૦ માં ચૂંટણી


SHARE













મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠકના ૧૩ ગામની પંચાયતો સમરસ: ૧૦ માં ચૂંટણી

મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપરથી ચૂંટાયેલા યુવાન આગેવાન અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાએ જણાવ્યુ છે કે તેની બેઠકમાં આવતી પંચાયતોમાથી હાલમાં ૧૩ ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે અને ૧૦ માં ચૂંટણી યોજવાની છે

મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠક હેઠળ આવતા ૨૬ ગામોની પંચાયતોમાથી ૨૩ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેથી અજયભાઈ લોરિયાએ તેની બેઠકમાં આવતા ગામોમાથી વધુમાં વધુ ગામ સમરસ બને તે માટે કવાયત શરૂ કરી હતી જેના ફળ સ્વરૂપે ૨૩ ગ્રામ પંચાયત પૈકી ૧૩ ગ્રામ પંચાયત સમરસ બની ગયેલ છે અને આ તમામ પંચાયતોને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એક એક લાખ રૂપિયા આપવામાં આવસે જે ૧૩ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે તેમાં નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, રવાપર (નદી) જુના સાદુળકા શક્તિનગર, વાઘપર, પીલુડી, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરીપર (કે), અને ભરતનગરનો સમાવેશ થાય છે






Latest News