મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અકસ્માતમાં ભડથું થઈ ગયેલ ચાર વ્યક્તિના DNA બાદ પરિવારોને મૃતદેહ સોંપાયા: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





માળીયા (મી) નજીક અકસ્માતમાં ભડથું થઈ ગયેલ ચાર વ્યક્તિના DNA બાદ પરિવારોને મૃતદેહ સોંપાયા: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

માળીયા (મી) કચ્છ હાઇવે ઉપર હરીપર ગામથી આગળના ભાગમાં ત્રિપલ અકસ્માત થયો હતો જે બનાવમાં બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે જો કે, ચારેય મૃતકોની ઓળખ મળી ગયેલ છે પરંતુ તમામની બોડી ભડથું થઈ ગયેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરીને મૃતકના પરિવારને મૃતકોની બોડી સોંપવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ગુરુવારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા ત્રિપાલ અકસ્માતનો બનાવ બનેલ હતો જે અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં ગાંધીધામના મીઠી રોહર ગામે રહેતા ગોપાલભાઈ હદાભાઇ ગુજરીયા (37)ની ફરિયાદ લઈને ટ્રક નંબર જીજે 12 બીએક્સ 8482 ના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ કારખાનાથી આગળના ભાગમાં આરોપીએ તેના હવાલા વાળો ટ્રક ફુલ સ્પીડમાં ચલાવીને મુન્દ્રાથી મોરબી આવતા સમયે ટ્રકના સ્ટેર્ટિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા તેનો ટ્રક ડિવાઈડર ફૂદીને રોંગ સાઈડમાં આવી ગયો હતો ત્યારે મોરબીથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રક નંબર આરજે 7 જીબી 0612 સાથે ધડાકાભેર અથડાયો હતો અને પાછળ આવી રહેલ આર્ટિગા કાર તેમાં ધડાકાભેર અથડાતા ત્રણ વાહનણો અકસ્માત થયો હતો અને ત્યારે વાહનોમાં આગ લાગી હતી જેથી અકસ્માતના આ બનાવમાં કારમાં બેઠેલ ફરિયાદીના દીકરા રુદ્ર (15) તથા જગદીશભાઈ બાબરીયાનો દીકરા જયમીન (15) અને ટ્રકના ડ્રાઇવર શિવરામ નાઈ તથા ક્લીનર કિશન નાયક રહે. બંને રાજસ્થાન વાળા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હોવાના કારણે તેમના મોત નીપજ્યા હતા અને આ બનાવમાં ઈજા પામેલા છ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલક નાસી ગયેલ હોય તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ માળિયાના પીએસઆઇ ડી.કે.જાડેજા ચલાવી રહ્યા છે

ઉલેખનીય છે કે, જુનાગઢમાં આવેલ આહીર બોર્ડિંગમાંથી રક્ષાબંધન અને જન્માષ્ટમીનું વેકેશન પડ્યું હોવાથી આર્ટિકા કારમાં ગાંધીધામ બાજુ બાળકો પોતાના વતનમાં જતાં હતા ત્યારે કાર અને ટ્રક ટ્રેલરમાં અકસ્માત પછી આગ લાગી હતી. જેથી ટ્રક ટ્રેલરના ડ્રાઈવર શીવરામ મંગલરામ નાઈ (27) અને કાલીનર કિશન રામલાલ નાયક (21) રહે. બંને બિકાનેર રાજસ્થાન તેમજ રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15) અને જૈમીન જગદીશભાઈ બાબરીયા (15) રહે. બંને મીઠી રોહર, ગાંધીધામ વાળા ગાડીમાં જ ભડથું થઈ ગયા હતા. જો કે, મૃતકના નામ મળી ગયા હતા પરંતુ તેઓની બોડી ભડથું થઈ ગયેલ હોવાથી ડીએનએ કરીને મૃતકની બોડી તેઓના પરિવારને સોંપવામાં આવી હતી. અને આ બનાવમાં ક્રિષ્ના ગોપાલભાઈ જરૂ (17), શિવમ નારણભાઈ બાપોદરા (17), મીત રમેશભાઈ બાબરીયા (13), વિષ્ણુભાઈ દેવરાજભાઈ ડાંગર (15), શાંતિલાલ વેલજીભાઈ આહિર (40) અને ગૌતમ બિરબલરામ (33) ને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.




Latest News