હળવદના સમલી ગામે ધોળા દિવસે માતાજીના મઢમાં દાન પેટી તોડીને રોકડા એક લાખની ચોરી
મોરબી માળીયા હાઇવે ઉપર ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત
SHARE








મોરબી માળીયા હાઇવે ઉપર ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત
મોરબી માળીયા હાઇવે રોડ ઉપર કેડા કંપની અને લેમીકા પેપર મિલ વચ્ચે ડમ્પર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને હાથે પગે અને શરીરે ઇજા થઈ હતી જો કે, તેના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દાદાશ્રીનગર ગામે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ બગથરીયા (29)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 36 વી 4849 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓ અને તેમનો ભાઈ નિલેષભાઇ રમેશભાઇ
બગથરિયા બંને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કેડા કંપની તથા લેમીકા પેપરમીલ વચ્ચેથી પોતાનું બાઈક નંબર જીજે 10 એબી 0215 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે પાછળથી તેના બાઇકને ઠોકર મારી હતી જેથી અકસ્માતણો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈ નિલેશભાઈ રમેશભાઈ બગથરીયાને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે, ફરિયાદીને હાથે પગે મુંઢ ઇજાઓ થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત કરનાર ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જુદાજુદા અકસ્માતમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો અંકિત રમેશભાઈ મહેશ્વરી (24) નામનો યુવાન રાજ બેંકવાળી શેરીમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વાતિ પાર્કમાં રહેતા વનિતાબેન જીતેન્દ્રભાઈ પરમાર (69) નામના બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
