હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર અને જનકપુરીમાં જુગારની બે રેડ, ૪ મહિલા સહિત ૧૪ પકડાયા


SHARE















મોરબીના ત્રાજપર અને જનકપુરીમાં જુગારની બે રેડ, ૪ મહિલા સહિત ૧૪ પકડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા બે જુદી જુદી જગ્યાએ રેડ કરવામાં આવી હતી.જેમાં ત્રાજપર વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવતા ચાર મહિલા સહિત છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા તેમજ જનકપુરી સોસાયટીમાં રેડ કરવામાં આવતા ત્યાંથી જુગાર રમતા આઠ લોકો મળી આવતા તમામની જુગાર ધારા હેઠળ અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ મોરબીના ત્રાજપર વિસ્તારમાં શંકર મંદિરસવાળી શેરીમાં મોડી રાતે રેડ કરી હતી.ત્યારે ત્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી રાકેશભાઇ લાલજીભાઇ પાટડીયા કોળી (ઉ.વ.૨૭) રહે. હડકાઇમાતા મંદિર વાડી શેરી ત્રાજપર મોરબી-૨, અક્ષયભાઇ અશોકભાઇ વરાણીયા કોળી (ઉ.વ.૨૫), રહે,ત્રાજપર ગામ શંકર વાડી શેરી, શારદાબેન જેશીંગભાઇ મચાભાઇ પાતડીયા કોળી (ઉ.વ.૩૫), રહે,ત્રાજપર સરકારી સ્કુલ પાછળ, લતાબેન સંજયભાઇ પરસોતમભાઇ સાબરીયા કોળી (ઉ.વ.૩૧) રહે.કમલા પાર્ક રૂષીકેશ સ્કુલ પાસે હાઉસીંગ બોર્ડ મોરબી-૨, રૂપાબેન રમેશભાઇ વરાણીયા કોળી (ઉ.વ.૫૮) રહે. ત્રાજપર ગામ શંકર વાડી શેરી મોરબી-૨ અને શારદાબેન કાંતીલાલ શંકરભાઇ ભાડલીયા કોળી (ઉ.વ.૫૦) રહે.સિલ્વર પાર્ક સરકારી સ્કુલ પાસે મોરબી-૨ ની તીનપતીનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂ.૧૧,૭૦૦ સાથે સ્થળ ઉપરથી પકડી પાડીને ગુનો નોંધાયો હતો.

તેમજ બી ડીવીઝન પોલીસ સ્ટાફે બીજી રેડ માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રેડ કરી હતી.ત્યાં મોડી રાતે ચોકમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોય ત્યાંથી નિતાઇ હરીપ્રસાદ ઉપાધ્યાય બ્રાહ્મણ (૩૫) રહે.મોરબી-ર ઘ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટી મુળ રહે.ફતેપુર તા.કડછના જી.પ્રયાગરાજ યુપી, શશીકાંત રમેશભાઈ પાંડે બ્રાહ્મણ (૨૮) રહે.મોરબી-ર જનકપુરી સોસાયટી મુળ રહે.રૂધવલી તા.જી.બસ્તી યુપી, આશુતોષ અશોકભાઈ ઉપાધ્યાય બ્રાહ્મણ (૩૦) રહે.જનકપુરી સોસાયટી, પ્રવિનકુમાર ગણેશશંકર શુક્લા બ્રાહમણ (૨૭) રહે.જાંબુડીયા હાલ રહે.જનકપુરી સોસાયટી, બલરાજ રોશનલાલ યાદવ આહીર (૨૨) રહે.જનકપુરી મુળ રહે. ફતેપુર તા.કડછના જી.પ્રયાગરાજ યુપી, રજનીશ રાજકરણ ત્રીવેદી બ્રાહમણ (૨૫) રહે.જાંબુડીયા રહે.જનકપુરી મુળ અમેઠી ગોરીગંજ યુપી, શનીભાઇ મનસુખભાઇ નારણીયા પ્રજાપતી (૨૭) રહે મકનસર ગોકુલનગર મોરબી અને વિજયભાઇ રમેશભાઇ નારણીયા પ્રજાપતી (૨૭) રહે.થાન સર્વોદય સોસાયટી જી.સુરેન્દ્રનગર રોકડા રૂપીયા ૧૨,૫૦૦ સાથે મળી આવતા ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં મોહનભાઈ કલાભાઈ ડાભી (૪૦) રહે.પટેલ વાડી પાસે વાવડી રોડને ઇજા થતાં આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે મોરબીના રવાપર રોડ ગેમઝોન કપડાની દુકાન નજીક મારામારીના બનાવમાં ઈજા થતા રાજ રણજીતભાઈ વિરાણી (૧૯) રહે.ત્રાજપરને ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.તેમજ મોરબીની પીપળીયા ચોકડી બસ સ્ટેશન નજીક થયેલ મારામારીના બનાવમાં નરેન્દ્રસિંહ ભગુભા જાડેજા (૩૫) રહે.લુટાવદર તા.જી.મોરબીને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

અટકાયતી પગલા લેવાયા

મોરબીના અમરનગર ગામે નજીવી વાતે થયેલ ઝઘડાનો રોષ રાખીને યુવાનને ઢીકાપાટુ તથા છરી વડે માર મારવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાયેલ હતી.તે બનાવમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા હુમલો કરનાર વિશાલ ધારાભાઈ ભંભરીયા (૧૯), ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા (૨૫), મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા (૨૫) અને ધર્મરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (૨૬) સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી




Latest News