મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ વૃધ્ધાનું મોત
SHARE








મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ વૃધ્ધાનું મોત
માળીયા મીયાણા ખાતે રહેતા વૃદ્ધા પીપળીયા ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડેફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મિયાણામાં આવેલ કુંભાર શેરીમાં રહેતા મણીબેન લખમણભાઇ (૭૦) નામના વૃદ્ધા મોરબીની પીપળીયા ચોકડી પાસે ક્રિષ્ના નાસ્તા સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેેેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધાને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળ મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે.
મહિલા સારવારમાં
હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા અમરીબેન જેસાભાઈ વાઘેલા (૫૨) નામના મહિલાને ઝઘડામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
ઝેરી જીવડું કરડી જતા સારવારમાં
ટંકારાની લતીપર ચોકડી પાસે રહેતા જવીબેન ધારાભાઈ (૭૦) નામના મહિલાને ઘરે હતા ત્યારે ત્યાં ઝેરી જીવડું કરડી જવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
કાર પલટી જતા યુવાનને ઇજા
થાન ખાતે રહેતા અજયભાઈ વલકુભાઈ ખાચર (૨૫) નામનો યુવાન સારા મૂડી રોડ ઉપર થી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર પલટી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવવામાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે
