વાંકાનેર તાલુકા પંચાયત ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ
મોરબીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ૧૦૦ આંબાના વૃક્ષોનું વાવેતર
SHARE
મોરબીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ૧૦૦ આંબાના વૃક્ષોનું વાવેતર
મોરબી જીલ્લામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી ભટ્ટ સહિતના મહાનુભાવોના હસ્તે ૧૦૦ આંબાના વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ શાળાના વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરે છે ત્યારે ગત વર્ષે પણ વિદ્યાલય પરિસરમાં વાવવા માટે તેમના દ્વારા ૧૫૦ જેટલા છોડ શાળાને ભેટ આપવામાં આવ્યા હતા. આજ દિન સુધી શાળામાં ઘણા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેથી શાળાનું વાતાવરણ શુદ્ધ અને ખુશનુમા બન્યું છે. આજના સમયમાં વૃક્ષારોપણના મહત્વને ધ્યાને રાખી વિદ્યાલયના પરિસરમાં બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી સમગ્ર પરિસર હરિયાળુ બનાવવામાં આવ્યું છે કે શાળાના વાતાવરણમાં એક સકારાત્મકતા ઉભી કરે છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના અન્ય અધિકારીઓ, કોઠારીયા ગામના સરપંચ અંબાભાઈ કોબીયા તેમજ શાળાના આચાર્ય આર.કે. બોરોલે તથા વિદ્યાલયના શિક્ષકઓ વૃક્ષારોપણમાં જોડાયા હતા.
મેડલ વિજેતા ખેલાડીઓ માટે તક
સ્કૂલ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાતી રમતો અને રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃતિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આપવા હેતુ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.in પર જઈ તા:-૩૧/૧૦/૨૦૨૫ સુધી ફરજીયાત ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલની સામે, સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-રનો સંપર્ક કરવાનો રહેશે.