મોરબીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ૧૦૦ આંબાના વૃક્ષોનું વાવેતર
મોરબીમાં કાલે બહેનો દ્વારા ઉત્પાદન કરાયેલ વસ્તુના પ્રદર્શન-વેચાણ માટે જન્માષ્ટમી મેળો ખુલ્લો મુકાશે
SHARE








મોરબીમાં કાલે બહેનો દ્વારા ઉત્પાદન કરાયેલ વસ્તુના પ્રદર્શન-વેચાણ માટે જન્માષ્ટમી મેળો ખુલ્લો મુકાશે
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ., મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલા સશક્તિકરણ તથા આર્થિક સ્વાવલંબનના હેતુસર મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત જન્માષ્ટમી મેળો - ૨૦૨૫ તા. ૧૪ થી ૧૮ દરમિયાન મોરબી શહેર ખાતે આવેલ એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ મેળાને તા. ૧૪ સાંજે ૦૪:૩૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ ઉદઘાટન પ્રસંગે મોરબી જિલ્લાના ધારાસભ્યઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મેળાનો સમય દરરોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રહેશે. આ મેળામાં જિલ્લાના તેમજ આસપાસના વિસ્તારોના મહિલાઓ દ્વારા હસ્તકલા, ઘરગથ્થુ ઉપયોગી સામગ્રી, કપડાં, સજાવટ સામગ્રી સહિતની અનેક વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ માટે કુલ ૭૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળાનો મુખ્ય હેતુ બહેનોના હસ્તકલા-કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો, તેમને બજાર સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો તથા આર્થિક સશક્તિકરણ તરફ દોરી જવાનો છે. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ મોટી સંખ્યામાં આ મેળામાં આવે અને બહેનો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોની ખરીદી કરી તેમના ઉત્સાહમાં વધારો કરવાના કાર્યમાં સહકાર આપે.
