મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ


SHARE









વાંકાનેર તાલુકા પંચાયત ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા ઝાલાની અધ્યક્ષતામાં ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી વાંકાનેર તાલુકાના આશાવર્કર બહેનો સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશા વર્કર બહેનોને ‘મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કામકાજની જગ્યાએ મહિલાઓને કઈ રીતે આ કાયદો રક્ષણ આપે છે, ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી, અને કાયદાની રચનાનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. બહેનોને આત્મવિશ્વાસ અને આત્મસન્માનથી જીવીને સમાજમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. મહિલાઓએ કઈ રીતે પોતાના જીવનમાં કામકાજ અને ઘરેલુ જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ અને સતત દબાણ વચ્ચે પણ પોતાના મન અને શરીરને સ્વસ્થ રાખવા બાબતે માનસિક આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી તથા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ તથા આશા વર્કર બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News