રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે સ્કૂલના જાહેર પાર્કિંગમાંથી સ્કૂટરની ચોરી


SHARE







મોરબીના સનાળા રોડે સ્કૂલના જાહેર પાર્કિંગમાંથી સ્કૂટરની ચોરી

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઓમવીવીઆઇએમ સ્કૂલના જાહેર પાર્કિંગમાં યુવાને એક્ટિવા મૂક્યું હતું જેને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એકટીવાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના ખાનપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે આવેલ રમ્ય વાટીકા સોસાયટીની અંદર રહેતા મોહિલભાઈ રમેશભાઈ જીવાણી જાતે પટેલ (૨૨) એ ગત તા. ૨૪/૧૧ ના રોજ બપોરના અરસામાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઓમવીવીઆઇએમ સ્કૂલના જાહેર પાર્કિંગમાં પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એબી ૭૧૫૯ પાર્ક કરીને મૂક્યું હતું જે એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મોહિલભાઈ જીવાણીએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાનું એકટીવા ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે






Latest News