મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં થયેલ વૃદ્ધની હત્યાના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીના રામકૃષ્ણનગરમાં થયેલ વૃદ્ધની હત્યાના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં આવેલ રામકૃષ્ણનગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવામાં આવ્યા હતા જેથી હત્યાનો ગુનો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જે ગુનામાં પકડાયેલ આરોપી શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશભાઈ બોડા,  વિમલભાઈ નથભાઈ કામલીયા અને અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલાના વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવા તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરીયાદીએવી ફરીયાદ આપી હતી કે, તા.૧૦/૦૪/૨૫ ના રોજ સાંજના ૧૯:૩૦ વાગ્યાના અરસામાં ફરીયાદીના દીકરા સાથે આરોપી શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી તે બંને ફરીયાદીના ધરે આવ્યા હતા અને ફરીયાદીના દીકરા સાહેદ નવધણના પેટમાં મુકકા માર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી અને જતાં રહ્યા હતા ત્યાર બાદ ફરીયાદીના દીકરા સાહેદ કારુભાઈનુ મોટર સાઈકલ સ્લીપ થતાં પગમાં ઈજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા ત્યાં બંને આરોપી આવ્યા હતા અને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને મરણજનારને સારવારમાં દાખલ કરેલ ત્યાં જઈ આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશભાઈ બોડા,  વમલભાઈ નથભાઈ કામલીયા અને અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલાએ આવ્યા હતા અને માથાકુટ કરી હતી 

આટલું જ નહીં ફરીયાદીને આરોપીએ એવું કહ્યું હતું કે, “તારા ધરે જઈ જોઈ લે" તેમ કહી આરોપી જતાં રહ્યા હતા ત્યાર બાદ ધરે જઈને જોયું તો ફરીયાદીના પતીને તેઓના ઘર પાસે પડેલ ચંપલની લારીમાં આગ લગાવીને ત્યાં ધકકો મારી દેતાં ફરીયાદીના પતી મનુભાઈ દાજી ગયા હતા જેનું મોત નીપજયું હતું જેથી કરીને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશભાઈ બોડા, વીમલભાઈ નથુભાઈ કામલીયા અને  અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા વતી મોરબીના યુવા ધારાશાસ્ત્રી વિવેકભાઈ કે. વરસડા રોકાયેલ હતા

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી જેમાં તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, આ કામે ફરીયાદી પક્ષ ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવે છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ ફરીયાદ પક્ષએ સદરહુ બનાવ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે અને આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ પુરવાર કરવામાં પણ નિષ્ફળ ગયેલ છે જેથી બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ વિવેકભાઈ કે. વરસડાની તમામ દલીલો ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના યુવા એડવોકેટ વિવેકભાઈ કે.વરસડા, મહાવીરસિંહ એ.જાડેજા, મહાવીરસિંહ એન.જાડેજા, જયરાજસિંહ એન.જાડેજા, જય જે.કગથરા, રાહુલ ગોલતર, રાહુલ બી.બસીયા રોકાયેલ હતા.






Latest News