મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વિદેશી આયાત થતા કપાસને વેરા મુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ


SHARE

















વિદેશી આયાત થતા કપાસને વેરા મુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદેશી આયાત થતા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરવામાં આવેલ છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, તા. 19 ઓગસ્ટના રોજ નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે. ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેસમુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ઘા સમાન છે. વડાપ્રધાને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારો ના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈ પ્રકારની આચ આવવા નહીં દે. ભારત સરકારના નાણા વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી એવી શંકા છે.

ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેંચાવવા માટે આવવાની શરૂઆત થઇ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરીયાત વાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસીડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડી વાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે ? હાલ વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાનું ભારત ઉપરનું જે રીતનું દબાણ છે એ દબાણને ક્યાંક ને ક્યાંક વંશ થઈ અને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોય એ દેખીતું છે. ભારત સરકારનો આ નિર્ણય ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોની તદ્દન વિરુદ્ધ છે. આથી આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું છે.




Latest News