વાંકાનેરના માટેલ ગામે કારખાનામાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત: મહેન્દ્રનગર ગામે કેન્સરની બીમારીથી વૃદ્ધનું મોત
SHARE









વાંકાનેરના માટેલ ગામે કારખાનામાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત: મહેન્દ્રનગર ગામે કેન્સરની બીમારીથી વૃદ્ધનું મોત
વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને પાંચેક દિવસથી તાવ આવતો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધને ફેફસાનું કેન્સર હોય બિમારી સબબ તેનું મોત નીપજતા આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
વાંકાનેરના માટેલ ગામની સીમમાં લેટોજા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અરવિંદભાઈ જોગડીયાભાઈ ગુડિયા (28) નામના યુવાનને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હતો અને તાવની બીમારી સબબ તેને રફાળેશ્વર પાસે આવેલ એપેક્સ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની નિતરીયાભાઇ માનસિંગભાઇ ગુંડીયા (34) રહે. હાલ સોનેક્ષ સીરામીકની પાછળ ગોડાઉનમાં લાલપર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીમાં મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નંબર 103 ખાતે રહેતા વેલજીભાઈ મૂળજીભાઈ સંઘાણી (67)ને છેલ્લા આઠેક મહિનાથી ફેફસાના કેન્સરની બીમારી હતી જેથી તેઓ પથારીવસ હતા અને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવની મૃતકના પત્ની કાન્તાબેન વેલજીભાઈ સંઘાણી (67) રહે. મહેન્દ્રનગર વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબી તાલુકાના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો કારખાના સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સરતાજભાઈ સલીમભાઈ અન્સારી (30) રહે. જુના બસ સ્ટેશન પાસે લાટી પ્લોટ શેરી નંબર 10 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 460 રૂપિયાની રોકડ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
