હળવદની પીએમ.શ્રી પે સે.શાળાના ત્રણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ચમકીયા
SHARE









હળવદની પીએમ.શ્રી પે સે.શાળાના ત્રણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ચમકીયા
મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંઘીનગર આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી સંચાલીત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ યોજાઈ ગયો. જેમાં વિવિધ તાલુકા કક્ષાના વિજેતા ઉમેદવારો વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તબલા વાદન (6 થી 14 વર્ષ) વિભાગમાં શાળાના ધો.7 ના વિદ્યાર્થી મનન રાજેશભાઈ કણઝરિયાએ જિલ્લામાં દ્વિતીય સ્થાન, લોકગીત/ ભજન (6 થી 14 વર્ષ) વિભાગમાં શાળાની ધો.6ની બાળા આલ ખુશી જીજ્ઞેશભાઈએ જિલ્લામાં તૃતીય સ્થાન તથા સમુહગીત સ્પર્ધા (6 થી 14 વર્ષ) વિભાગમાં ધો.7ની બાળાઓ એ જિલ્લામાં તૃતીય સ્થાન મેળવી સમગ્ર શાળાનું અને હળવદ તાલુકાનું નામ રોશન કર્યું હતું.
