મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર


SHARE













માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણાના મોટા દહિંસરા ગામ પાસે ફાયરિંગનો બનાવ બનેલ હતો જેથી આર્મ્સ એકટ તથા ખની હુમલો કરવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પકડાયેલ આરોપી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામી અને પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)એ તેઓના વકીલ મારફતે મોરબીના એડી. પ્રિન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના પુરાવાઓને ધ્યાને લઈને બને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, મોટા દહીંસરા ગામ સામે ફરિયાદી પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી હતો ત્યાર અજાણ્યા વ્યક્તિએ તેના ઉપર ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ આપી હતી જે ગુનામાં પહેલા આરોપી તરીકે પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)ની ધરપકડ કરી અને ત્યાર બાદ ફરિયાદી જ તેના ઉપર ફાયરિંગ કરાવ્યુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ફરિયાદ તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીની આરોપી તરીકે ધરપકડ કરી હતી અને તે બંને આરોપી જેલમાં હતા દરમ્યાન તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીએ તેના વકીલ ગોપાલભાઈ ઓઝા અને પરેશ ગોપાલભાઈ ઉધરેજાએ તેના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલોએ કરેલ દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે શરતોને આધીન બંને આરોપીઓને મુક્ત કરવા માટેનો હુકમ કરેલ છે. આ કેસમાં તરૂણ ગામી તરફે ગોપાલભાઈ ઓઝા અને મેનાઝબેન પરમાર રોકાયેલ હતા જયારે આરોપી પરેશ ગોપાલભાઈ ઉધરેજા તરફે દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.




Latest News