મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં 2 મહિલા સહિત 6 આરોપીની ધરપકડ
હળવદના ચાડધ્રા પાસે ચેકડેમમાં આજે સવારે પડ્યું મોટું ગાબડું: પાણી નદીમાં વહી ગયું
SHARE









હળવદના ચાડધ્રા પાસે ચેકડેમમાં આજે સવારે પડ્યું મોટું ગાબડું: પાણી નદીમાં વહી ગયું
હળવદ તાલુકાના ચાડધ્રા ગામ પાસે આવેલ ચેકડેમ આજે સવારે કોઈ કારણોસર તૂટી ગયો હતો જેથી ચેકડેમમાં ભરાયેલું પાણી નદીમાં વહી ગયું છે.
છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો તેવી જ રીતે હળવદ તાલુકાના ચાડધ્રા ગામ પાસે આવેલ ચેકડેમની અંદર વરસાદી પાણી ભરાયું હતું અને ડેમ છલોછલ ભરેલો હતો દરમિયાન આજે સવારના 6:30 થી 7:00 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈપણ કારણોસર ચેકડેમમાં મોટું ગાબડું પડ્યું હતું અને પાણી રોકવા માટે થઈને જે દિવાલ બનાવવામાં આવી હતી તે દિવાલ પડી જવાના કારણે ચેકડેમમાં ભરાયેલું પાણી આજે સવારથી નદીમાં વહેવા લાગ્યું છે અને સવારથી અત્યાર સુધીમાં મોટાભાગનું પાણી જે ચેકડેમની અંદર ભરાયેલું હતું તે તમામ પાણી નદીમાં વહી ગયું છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે અને આ બનાવ સંદર્ભે સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેને પણ સવારે ચેકડેમ તૂટી ગયો હોવાની માહિતી મળી છે જેથી તેઓ સ્થળ ઉપર વિઝીટ કરવા માટે થઈને જવા છે.
