મોરબીના સોખડા ગામે પિતા સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને જીવનનો અંત આણ્યો : બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
SHARE
મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી મચ્છુ-3 ડેમના પાણીમાં યુવાને ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ નરસીભાઈ મેવા (41) નામના યુવાનને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ-3 ડેમ ઉપરના પુલ ઉપરથી ડેમના પાણીમાં ઝંપલાવી દીધું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે. જોકે, યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે અને આ બનાવના લીધે બે દીકરીઓએ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મધર ટેરેસાના આશ્રમ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોઇનુદ્દીન ગુલામશબ્બીર માલાણી અને જેતુનબેન માલાણીને ઈજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તે બંનેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.