મોરબીના ટિંબડી પાટીયા પાસેથી કતલખાને લઈ જવાતા 13 ઘેંટા-બકરાને ગૌરક્ષકોએ બચાવ્યા
મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા
SHARE
મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા
મોરબીના અમરેલી રોડ ઉપર ભવાનીનગરમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ મહિલા સહિત 8 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 12,650 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના વીસીપરામાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બેચરભાઈ ખેંગારભાઈ ધોળકિયા (45), નવઘણભાઈ લાભુભાઈ દારોદરા (28), કિશનભાઇ સુખાભાઈ હળવદિયા (38), શારદાબેન મનુભાઈ ભોજવીયા (45), ચંપાબેન ચંદુભાઈ શેખાણી (50), જોશનાબેન વિનોદભાઈ ભોજવીયા (30), સોનલબેન ધનજીભાઈ કુરિયા (31) અને રંજનબેન ભરતભાઈ ભોજવીયા (43) રહે. બધા ભવાનીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,650 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારી
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા મનોજભાઈ બળદેવભાઈ (24) નામના યુવાનને સનાળા રોડ ઉપર આવેલ કયાજી પ્લોટમાં ડીલક્ષ પાન પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
બાળક સારવારમાં
મોરબીના ગોરખીજડીયા નજીક મસાલાની વાડીમાં રહેતો મયુર તુલસીભાઈ ડાભી (11) નામનો બાળક તેના પિતા સાથે બાઇકમાં બેસીને વાવડી રોડ ઉપર દરગાહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં મયુરને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે