મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા મહિલાએ આયખુ ટુંકાવ્યું
SHARE
મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા મહિલા તેઓના ઘરે ગળેફાંસો ખાઈ ગયા હતા.જેથી તેણીનું મોત નિપજયુ હતું.બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની સામે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટ ખાતે રહેતા સુરેશભાઈ રતિભાઈ ધનાણી કડિયા નામના 41 વર્ષના યુવાને પોલીસમાં જાણ કરી હતી કે, તેમના પત્ની અલ્પાબેન સુરેશભાઈ ધનાણી (ઉમર 36) રહે.રામેશ્વર એપાર્ટમેન્ટ રામધન આશ્રમ સામે વાળા તા.30-8 ના રાત્રીના દસેક વાગ્યાના પહેલા કોઈપણ સમયે તેઓના ફ્લેટ ખાતે ગળેફાંસો ખાઈ ગયા હતા. જેને પગલે તેમનું મોત થયેલ છે.વધુમાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે લગ્ન જીવનના 17 વર્ષ બાદ પણ તેઓને ત્યાં સંતાન ન હોય.આ બાબતનું મનોમન લાગી આવવાથી અલ્પાબેનએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને ફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજેલ છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં
મોરબીના ઘુંટુ ગામે રહેતા અલ્પેશભાઈ જીવાભાઇ પાંડોર (38) તથા પ્રકાશભાઈ નરવતભાઈ ચૌહાણ (23) રહે. બંને ઘુંટુ ગામની કેનાલ નજીક ટ્રાન્સફોર્મર ઉપર કામ કરતા હતા.તે દરમિયાન તેઓને ઇલેક્ટ્રીક શોટ લાગતા બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે લીલાબેન રમેશભાઈ બિલવાળા (ઉંમર 26) રહે.જુના જાંબુડીયા ડેલ્ટા સિરામિક નજીક ને પતિ સાથે ઝઘડા બાદ મારામારીમાં માથામાં ઇજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.તેમજ ઘર પાસે કોઇ જનાવર કરડી ગયું હોય મચ્છુનગર વિસ્તારમાં રહેતા પૂજાબેન નરેશભાઈ (ઉંમર 20) ને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના લાલપર ગામના બસ સ્ટેશન નજીક અજંતા કોમ્પલેક્ષ પાસે વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ થતા દિનેશભાઈ હીરાલાલ સાવરીયા (33) રહે.વજેપર શેરી નંબર-14 ને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા.તેમ પોલીસ સુત્રો દ્વારા જણાવી આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા દિવ્યેશભાઇ રામજીભાઈ કડીવાર નામના 29 વર્ષના યુવાનને અકસ્માત બનાવવામાં ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો તે ટંકારાથી મોટા ખીજડીયા ના રસ્તે બાઈકમાં જતો હતો ત્યાં વાહન અકસ્માત ચર્ચા હતા બીજા થતાં સારવાર માટે લવાયો હતો જ્યારે જસદણ નજીકના ભંડારીયા ગામના દલપતભાઈ ચંદુભાઈ નિમાવત નામના 46 વર્ષના યુવાનને રાજકોટ કોઠારીયા રોડ નવનીત ડેરી નજીક વાહન અકસ્માત બનાવવામાં ઈજા પહોંચી હોય તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો જ્યારે માળીયા મીયાણાના ફતેપર ગામે વાડી વિસ્તારમાં કાનાભાઈ વિરડા ની વાડીએ રહી મજૂરી કામ કરતા પરિવારની ધુમતીબેન શાન તો ભાઈ હા અલ્લાહ નામની 20 સત્ય મહિલા વાડીએ દવા પી ગઈ હોય તેને સારવાર માટે લાવવામાં આવી હતી.