રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા
Breaking news
Morbi Today

નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૮ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો


SHARE







નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૮ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો

મોરબી નગરપાલિકાના કાઉન્સિલર, બીજેપી ડોક્ટર સેલ તથા આયુષ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે મોરબીના વોર્ડ નં-૮ ના નાગરિકોના સ્વાસ્થ્ય ચિંતા કરતા તેમના માટે વિના મૂલ્યે હૃદયની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના ચંદ્રેશનગર કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ આ કેમ્પનો ૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને બધા જ દર્દીઓના ECG(હદયની પટ્ટી), RBP(ડાયાબિટીસ નો લોહીના રિપોર્ટ), BP(બ્લડ પ્રેશર) વગેરે ની તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતી સાથે સાથે ડો. ચેતન અઘારાએ જણાવેલ કે આ કેમ્પમા જે દર્દીને આગળ તપાસની જરૂર જણાય જેમાં 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી ની જરુરીયાત વાળા દર્દીઓને આયુષ હોસ્પિટલમાં મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડમાં અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પમાં પ્રમુખ કે.કે. પરમાર, પ્રભુભાઇ ભૂત, મંજુલાબેન દેત્રોજા, દિનેશભાઇ કૈલા, કિ્ષ્નાબેન દસાડીયા, જ્યંતિભાઇ વિડજા અને નલિનભાઈ ભટ્ટ વગેરેહાજરી આપી હતી






Latest News