વાંકાનેરના જીજ્ઞાશાબેન મેરની રજૂઆત બાદ મહીકા પાસે સર્વિસ રોડનું કામ ચાલુ
મોરબીની સરકારી શાળામાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ
SHARE
મોરબીની સરકારી શાળામાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ
મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે તેની સાથોસાથ વિદ્યાર્થિનીઓમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવે છે તેના ભાગ રૂપે મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની બહેનો પહોચી હતી અને ધો. ૬, ૭ અને ૮ ની વિદ્યાર્થીનીઓને પહેલા માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીનીઓને પોતાના શરીરમાં આવતા બદલાવની સમજ આપવામાં આવી હતી ત્યાર બાદ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.