વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી પરણિતાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે સગા ભાઈઓની ધરપકડ


SHARE













મોરબીમાંથી પરણિતાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે સગા ભાઈઓની ધરપકડ

મોરબી જેતપર રોડ ઉપર કારખાનામાં રહી મજુરી કામ કરતા પરીવારની પરણીતાનું અપહરણ કરી એમપી લઈ જવામાં આવેલ હતી. જે બાબતે ભોગ બનનારની માતાએ એમપી ખાતે ફરીયાદ કરી હતી. જેથી ત્યાં ઝીરો નંબરથી ફરીયાદ નોંધી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. જે ફરીયાદ અત્રેના પોલીસ મથકે નોંધીને તાલુકા પીઆઈ દ્વારા ગુનામાં સંડોવાયેલ એમપીના બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ છે.

 મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે જેતપર રોડ પાવડીયારી પાસેના કારખાનાના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા એમપીના પરીવારની પરણીતાનું થોડા સમય પહેલા અપહરણ કરીને એમપી ખાતે લઈ જવામાં આવેલ અને તેણી સાથે દુષ્કર્મ થયેલ જે બાબતે ભોગ બનનારે ઘરે જણાવતા ભોગ બનનારની માતાએ એમપી પોલીસમાં ફરીયાદ કરી હતી. ત્યાં ઝીરો નંબરથી ગુનો દાખલ કરી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પીઆઈ એસ.કે. ચારેલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ગત તા.15-8ના રોજ નોંધાયેલ ફરીયાદમાં હાલ મોરબી તાલુકા પીઆઈએ દિપક ચુનીલાલ સૂર્યવંશી (26) અને અખીલેશ ચુનીલાલ સૂર્યવંશી (19) રહે. બંને વસંતપુરા ભીલખેડી જી. સાજાપુર મધ્યપ્રદેશની ઉપરોકત ગુનામાં અટકાયત કરેલ છે તેમ તાલુકા પોલીસ મથકના પીઆઈ ચારેલના રાયટર નારણભાઈ છૈયા દ્વારા જાણવા મળેલ છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મારામારીમાં ઈજા
 મોરબી રેલ્વે સ્ટેશન રોડ અમુલ ડેરી નજીક મારામારીમાં ઈજા થતા પ્રણવ ગોપાલગીરી ગૌસ્વામી (36) રહે. નાની વાવડીને સિવિલે સારવારમાં ખસેડાયો હતો. જયારે રવાપર ગામે ક્રિષ્ના સ્કુલ પાસે થયેલ મારામારીમાં ઈજા થતા ત્યાં રહેતા અજય દિલબહાદુર પઢીયાર (20) નામના યુવાનને સારવારમાં લઈ જવાયો હતો.

વાહન અકસ્માત
 અમરેલીના રાજુલાના વતની રામજીભાઈ વસંતભાઈ કોલ નામનો 28 વર્ષનો યુવાન મોરબીના નવલખી બાજુ જતો હતો ત્યારે વર્ષામેડી નજીક વાહન અકસ્માતે ઈજા થતા 108 વડે સારવારમાં અત્રેની સિવિલે લવાયો હતો. જયારે વાંકાનેરના કોટડા નાયાણી ગામના વસંતબા મહેન્દ્રસિંહ જાડેજા નામના 61 વર્ષના વૃધ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ગામમાં બાઈક પાછળથી પડી જતા ઈજા થતા અત્રેની ખાનગી સાગર હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા




Latest News