મોરબીના જુના પીપળી ગામે રહેતી મહિલાએ પતિ, સસરા તથા સાસુ સામે કરી ફરિયાદ
મોરબી નજીક બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી 732 બોટલ દારૂ-264 બીયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
SHARE







મોરબી નજીક બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી 732 બોટલ દારૂ-264 બીયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
મોરબી રવિરાજ ચોકડી નજીક ગૂરૂકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવેલ હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઇંગ્લીશ દારૂની બોટલો તેમજ બિયરના ટીન ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને 8,80,800 નો મુદામાલ કબ્જે કરેલ છે. અને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના એસપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં એલ.સી.બી.ના પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એ.એસ.આઇ. સુરેશભાઇ હુંબલને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, સુરેશ મારવાડીએ તેના અન્ય માણસો સાથે મળી રવીરાજ ચોકડી પાસે આવેલ જુના સાદુળકા જવાના રસ્તે ગુરુકુળ જવાના રસ્તે આવેલ બંધ ભરડીયાના ખુલ્લા ગ્રાઉન્ડમાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને દારૂનો જથ્થો હેરાફેરી કરવાની તૈયારી છે તેવામાં એલ.સી.બી. અને પેરોલ ફર્લોની ટીમે ત્યાં રેઇડ કરતા સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 732 બોટલ તેમજ બીયરના 264 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 8,80,800 ની કિંમતનો ઇંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, આરોપી સુરેશ મારવાડી તથા તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
