મોરબી : માળીયા પીપળીયા રોડ પર નર્મદા કેનાલ ઉપરના બ્રિજ ઉપર ૧૫ દિવસ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
SHARE







મોરબી : માળીયા પીપળીયા રોડ પર નર્મદા કેનાલ ઉપરના બ્રિજ ઉપર ૧૫ દિવસ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાતા હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી અવસ્થામાં ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબીમાં માળિયા શાખા નહેર નર્મદા કેનાલ SHRB પુલની સાંકળ ૧૩૬.૭૭૫ કિ.મી પર આવેલ સ્ટેટ હાઇવે ના ક્રોસિંગ પૂલ કે જે માળીયા પીપળીયા જામનગર સ્ટેટ હાઇવે પર ૦/૪૦૦ જે માળીયા થી મોરબી કચ્છ હાઇવે તરફ રેલવે ફાટકની પાસે આવેલું છે તે બ્રિજનું ઇન્સ્પેક્શન કરતા આ બ્રિજ હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી અવસ્થામાં ન હોવાથી આ બ્રિજ ના નવા બાંધકામની પ્રક્રિયા ચાલુ હોવાથી ૧૫ દિવસ સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અન્વયે વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર થી આવતા વાહનો ધ્રોલ થી પડધરી મીતાણા ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલથી નેશનલ હાઇવેના ચાર માર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડી થી મોરબી અને કચ્છ જઈ શકશે. કચ્છ તરફથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડી થી નેશનલ હાઇવેના રસ્તા પરથી આમરણ ધ્રોલ થઈને જામનગર જઈ શકશે તથા મોરબી થી મીતાણા પડધરી થઈને ધ્રોલ જામનગર જઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલ માંથી મુક્તિ આપવામાં આવે છે.
