મોરબી જિલ્લા કક્ષાનો ઈનોવેશન શેરિંગ વર્કશોપ ગ્રીન વેલી સ્કૂલ ખાતે યોજાયો
મોરબીના એડવોકેટ પાસે છે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના બે હસ્તાક્ષર પત્ર
SHARE
મોરબીના એડવોકેટ પાસે છે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના બે હસ્તાક્ષર પત્ર
સમય, યાદ, સ્વભાવ, લાગણીઓ, બંધન, મિલન, જીવન સાલું કેવું આ બધુ એક બીજા સાથે જોડાયેલું હોય છે.ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે..? આવી જ એક યાદ એક રોમાંચ આપણા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સાથે મોરબીના યુવાન વકીલની જોડાયેલ છે.
વાત છે વર્ષ ૨૦૧૮ ની જયારે મોરબીના યુવા વકીલ મિતેષ દવે તત્કાલીન ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ બિપિન રાવતે વર્ષ ૨૦૧૮ ની આર્મી ડાયરી અને એમના બે હસ્તાક્ષર પત્ર સાથે મોકલયા હતા. આજે જનરલ બિપીન રાવત આપણી વચ્ચે હયાત નથી પરંતુ મોરબીના યુવા એડવોકેટ મિતેષ દવે પાસે તેમના હસ્તાક્ષરમાં લખાયેલા બે પત્ર આજે પણ સચવાયેલ છે.