મોરબીના એડવોકેટ પાસે છે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના બે હસ્તાક્ષર પત્ર
મોરબી : જેતપર જિલ્લા પંચાયતની વધુ એક જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ
SHARE
મોરબી : જેતપર જિલ્લા પંચાયતની વધુ એક જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ
જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરીયાના પ્રયાસોથી ૨૩ માંથી ૧૫ ગ્રામ પંચાયત સમરસ
મોરબી જિલ્લામાં આગામી ૧૯ તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ થાય એના માટે આગેવાનો મથામણ કરી છે ત્યારે સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ પોતાના મતક્ષેત્રમાં આવતા ૨૩ ગામોમાં જે ગામ સમરસ થશે તે ગામને પોતાની સંપતિમાંથી ગ્રામ પંચાયત દીઠ એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ત્યારે તેમના મત વિસ્તારની વધુ એક જાસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ થઈ છે.અજયભાઇ લોરીયાની મહેનત રંગ લાવી છે અને હાલ તેમની જેતપર જીલ્લા પંચાયત બેઠકની ૨૩ માંથી ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને મોરબી તાલુકાની ટોટલ ૨૨ ગ્રામ પંચાયત સમરસ થઈ છે એમાં અજયભાઇ લોરીયાના પ્રયાસથી જેતપર સીટ હેઠળની સૌથી વધુ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે.