મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરની આશિયાના સોસાયટીમાં પાણી ન મળતા મહીલાઓએ માટલા ફોડીને રોષ વ્યકત કર્યો


SHARE











મોરબી : વાંકાનેરની આશિયાના સોસાયટીમાં પાણી ન મળતા મહીલાઓએ માટલા ફોડીને રોષ વ્યકત કર્યો

વાંકાનેર શહેરમાં આવેલા આશિયાના સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભરશિયાળે આ સોસાયટીમાં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ પાણી શરૂ કરવામાં ન આવતાં અંતે નાછુટરે રોષે ભરાયેલા લોકો દ્વારા જીનપરા ચોકમાં માટલા ફોડીને પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જો આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આ સોસાયટીમાં પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ મહિલાઓ સહિતના સ્થાનીકોએ ઉચ્ચારી છે.


વાંકાનેર નગરપાલિકા દ્વારા આશિયાના સોસાયટીની અંદર વર્ષોથી પાણી આપવામાં આવી રહ્યું છે અને હાલમાં આશિયાના સોસાયટીમાં રહેતા લોકો દ્વારા નગરપાલિકાના પાણી વેરા પણ ભરવામાં આવે છે  છતાં પણ આ સોસાયટીમાં રહેતા લોકોને હદની મારામારીમાં નગરપાલિકા દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે અને છેલ્લા લગભગ એકાદ મહિનાથી પાણી મળતું ન હોવાથી આશિયાના સોસાયટીમાં રહેતા લોકો પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અગાઉ નગરપાલિકામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા આશિયાના સોસાયટીમાં રહેતા લોકોને પાણી મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોએ અગાઉ વાંકાનેરના પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી અને તેઓની એક જ માંગ છે કે વર્ષોથી નગરપાલિકા દ્વારા તેઓની પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે અને આ લોકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે અને હમણાં સુધી નગરપાલિકા તેઓને પાણી આપતી હતી તો અચાનક શા માટે થઈને આ સોસાયટીની અંદર પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવેલ છે..? આ સોસાયટીના લોકો દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ વાંકાનેરના પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ લોકોને નિયમિત રીતે પાણી મળે તેના માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ન હતી..! જેથી કરીને રોષે ભરાયેલી મહિલાઓ સહિતના સ્થાનીક લોકો દ્વારા આજે સોસાયટીથી લઈને જીનપરા ચોક સુધી રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ ચોકમાં માટલા ફોડીને પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વધુમાં સ્થાનિક મહિલાઓ દ્વારા આગામી દિવસોમાં જો નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને પાલિકામાં બઘડાટી બોલાવવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News