મોરબી : વાંકાનેરની આશિયાના સોસાયટીમાં પાણી ન મળતા મહીલાઓએ માટલા ફોડીને રોષ વ્યકત કર્યો
વાંકાનેરની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ માટે જુદીજુદી સ્પર્ધાઑ યોજાઇ
SHARE
વાંકાનેરની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ માટે જુદીજુદી સ્પર્ધાઑ યોજાઇ
મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વાંકાનેર તાલુકાની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન અંગેની જાગૃતિ દર્શાવતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા અને આંકડાકીય માહિતી તથા વ્યસન મુક્તિના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન વગેરે મુદ્દાને આવરી લઈને નિબંધ લખ્યા હતા અને વકતૃત્વ સ્પર્ધા માં વિધાર્થીઓએ વ્યસનને લગત ખુબ સારી રીતે પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ આ ત્રણેય સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ નંબર, દ્રિતીય અને તૃતીય નંબર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન થી થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કર્યા હતા અને COTPA-2003 કાયદા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી, આ કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાના શિક્ષક ફિરોજ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, અંતમાં શાળાના આચાર્યશ્રી એ.યુ. બાદી દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન પોતે જિંદગીમાં ક્યારેય ન કરવા તથા પોતાના પરિવારને પણ વ્યસન થી બચવા માટે સૂચન કર્યું હતું.