હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
SHARE







હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
હળવદના સરંભડા ગામે રહેતા વૃદ્ધનું માથું દુખતું હતું અને તેની પાસે તાવ કડતરની દવા હતી જે વધુ પડતી પી ગયા હતા જેથી તેની તબિયત ખરાબ થઈ હતી જેથી વૃદ્ધને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા ભુપતભાઈ હમીરભાઇ ઉઘરેજા (65) નામના વૃદ્ધ ગત તા. 24/8 ના રોજ પોતાની વાડીએ હતા ત્યારે તેને માથું દુખતું હતું અને તેઓએ પોતાની પાસે રહેલ તાવ કડતરની એકી સાથે પાંચ થી છ ગોળીઓ પી લીધી હતી જેથી તેની તબિયત ખરાબ થતા સારવાર માટે લઈ ગયા હતા અને વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના દીકરા દિલીપભાઈ ભુપતભાઈ ઉઘરેજા (26) રહે. સરંભડા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો રવિ રમેશભાઈ કશ્યપ (24) નામનો યુવાન કોઠી ગામ નજીક હતો ત્યારે તેને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે રહેતા કાળુભાઈ કાંજીયાની ચાર વર્ષની દીકરી બંસી માટેલ રોડ ઉપર બાઈકમાં બેસીને જઈ રહી હતી ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથીમાં ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
